લીમખેડા,
દાહોદ જિલ્લાના લીમખેડાના દુધિયા નગરમાં પતિ-પત્નિ વચ્ચે કોઈક કારણોસર ડખો થયા બાદ પત્નિ તેના નાના છોકરાને લઈને પિયરમાં જતી રહી હતી. ત્યારબાદ પત્નિ પિયરમાંથી પાછી નહિ આવતા તેમજ છોકરાને મળવા દેવાની પણ પતિને ના પાડી દેતા મનમાં લાગી આવતા પતિએ ફીનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તબિયત લથડતા તેને સમસયર સારવાર મળી જતા જીવ બચી ગયો હતો.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે સતકેવલ ફળિયામાં રહેતા 28 વર્ષિય પવનભાઈ જાટવા તથા તેની પત્નિ વચ્ચે કોઈક બાબતે ડખો થયો હતો. ત્યારબાદ પવનભાઈની પત્નિ રીસાઈને તેના નાના બાળકને લઈને પિયરમાં જતી રહી હતી. પત્નિને પરત લેવા ગયો હોવા છતાં પત્નિ પાછી ન આવતા તેમજ નાના છોકરાને પણ મળવા દેવાની ના પાડતા આ બાબતે પવનભાઈ જાટવાને પત્નિ તથા પુત્રના વિરહમાં મનમાં લાગી આવતા તેને ફિનાઈલ પી લીધુ હતુ ત્યારબાદ પવનભાઈની હાલત બગડતા તેને તાત્કાલિક સારવાર માટે લીમખેડાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પવન જાટવાને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. આ બાબતે લીમખેડા પોલીસે જાણવા જોગ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.