લીમખેડાના દાભડા પે-સેન્ટર શાળામાં પોલીસ અધિક્ષકએ બાળકોને ચંદન તિલક કરી આવકાર્યા

લીમખેડા, ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત લીમખેડા તાલુકાની દાભડા પે સેન્ટર શાળામાં આજ રોજ મુખ્ય મહેમાન બલરામ મીણા (IPS) SP દાહોદની અધ્યક્ષતામાં નવા પ્રવેશ પામનાર બાળકોને જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર બાળકોને દ્વારા ચંદનનો તિલક કરી બાળકોને આવકારી શુભેચ્છા પાઠવી ચોકલેટ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1 ના કુલ 27બાળકોને પ્રવેશ આપ્યો. શાળાના તેજસ્વી તારલાઓને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ શાળામાં વધુ હાજરીવાળા બાળકોને દ્વારા પુસ્તક અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. પોતાના વક્તવ્યમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું. જીવનમાં પ્રગતિ માટે સારૂં જીવન જીવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. દરેક વાલી પોતાના બાળકના સારા ભવિષ્ય માટે નિયમિત શાળાએ મોકલે શાળામાં આવેલ બાળકો ગુણવત્તા સભર શિક્ષણ કાર્ય મેળવે. ત્યારબાદ શાળાના પટાંગણમાં અને આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો એસએમસી કમિટી ગ્રામજનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.