લીમખેડાના ચોપાટપાલ્લી ગામેથી સગીરાને લગ્નના ઈરાદે અપહરણ કરતાં ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ચોપાટપાલ્લી ગામેથી એક 17 વર્ષિય સગીરાને એક યુવકે પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે.

લીમખેડા તાલુકાના જેતપુર(દુ) ગામે રહેતો અલ્કેશભાઈ રાજુભાઈ રાવતે ગત તા.18મી ફેબ્રુઆરીના રોજ લીમખેડા તાલુકામાં રહેતી એક 17 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.