લીમખેડાના ચીલાકોટા પ્રા.શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજયું

દાહોદ,લીમખેડા તાલુકાના ચીલાકોટા ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ચીલાકોટા મુખ્ય પ્રા. શાળા પર યોજવામાં આવ્યું. જેમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ તમામ શાળાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિભાગ પ્રમાણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો. કાર્યક્રમના અંતે બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.