લીમખેડાના ચીલાકોટા ગામે પત્નિના નિકાલમાંં થયેલ તકરારમાં તલવારનો ધા મારી ઇજાઓ કરતાં ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે એક વ્યક્તિની પત્નિનો નિકાલ કરવા બાબતે થયેલ ઝઘડામાં એક ઈસમે એકને તલવારના ઘા ગળાના ભાગે તથા જડબાના ભાગે મારી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધણકી આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે દુધમાળ ફળિયામાં રહેતો પંકેશભાઈ મલાભાઈ મકવાણાએ ગામમાં રહેતાં રાહુલભાઈ મનસુખભાઈ અમલીયારની સાથે ગત તા.25મી માર્ચના રોજ બોલાચાલી કરી ઝઘડો તકરાર કરી કહેલ કે, તુ મારા ભાઈની પત્નિને તારી પત્નિ બનાવવા માટે ભગાડીને લઈ આવેલ છે તેનો નિકાલ પણ તે અમને પુછ્યા વગર કરી નાંખેલ છે, જેથી તને આજે જીવતો ઘરે જવા દેવાનો નથી. તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પંકેશભાઈએ પોતાના હાથમાની તલવાર રાહુલભાઈના ગળાના ભાગે તેમજ જડબાના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે સુમીબેન મનસુખભાઈ અમલીયારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.