લીમખેડા, લીમખેડા તાલુકાના અંધારી ગામે યુવકે કોઈ કારણોસર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા તે બાઈક સાથે પટકાયો હતો. રસ્તે પડવાને કારણે ગંભીરરૂપે ધાયલ થયેલા યુવકનુ સારવાર પુર્વે જ મોત નીપજયું હતુ. આ ધટનાથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
લીમખેડા તાલુકાના અંધારી ગામના કાંકરા ફળિયા વિસ્તારના સરદારભાઈ ઉર્ફે મુન્નાભાઈ પ્રતાપભાઈ ચોૈહાણ પોતાની બાઈક લઈને લીમખેડા તરફથી પરત ધરે આવી રહ્યો હતો દરમિયાન સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સાથે રસ્તા ઉપર પટકાયો હતો. આ અકસ્માતમાં સરદારભાઈના મોઢાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડતા સારવાર મળે તે પહેલા મોત નીપજયું હતુ. આ અંગે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.