દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના અંધારી ગામે ભાજપના જીલ્લા મહિલા સભ્ય તથા તેમના પતિ દ્વારા લોકોની જમીનોને ગેરકાયદેસર પચાવી પાડ્યાં હોવાના આક્ષેપો સાથે એક અરજદાર દ્વારા આ મામલે દાહોદ જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
લીમખેડાના અંધારી ગામે હોળી ફળિયામાં રહેતાં અભેસિંગભાઈ રવજીભાઈ બારીયાએ દાહોદ જીલ્લા કલેક્ટરને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જીલ્લા પંચાયતના મહિલા સભ્ય શારદાબેન તેરસીંગભાઈ બારીઆ તથા તેમના પતિ તેરસીંગભાઈ કલાભાઈ બારીઆએ અંધારી ગામે આવેલ લોકોની ખેતીની જમીનોને પચાવી પાડી તેઓ દ્વારા જમીનો શરતની ખેતીલાયક ઉપયોગની આવેલ જમીનોને પચાવી પાડી છે. જમીનોના મુળ ખાતેદારી ગમાભાઈ મનાભાઈ મજકુર ગુજરી જવાથી કબજેદારના સગા રયજીભાઈ મનાબાઈના પુત્ર પોતે ઉપરોક્ત અરજદારનું નામ વારસાઈ ફેરફારમાં નોંધ કરવામાં આવેલ છે. તેમ છતાં ઉપરોક્ત જીલ્લા પંચાયતના મહિલા સભ્ય તથા તેમના પતિ દ્વારા આ જમીનોને પચાવી પાડ્યાં આક્ષેપો સાથે ઉપરોક્ત અરજદાર દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવા માટે રજુઆત કરવામાં આવેલ છે.