દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના આંબા ગામે એક તુફાન ફોરવીલર ગાડીના ચાલકે ફૂલ ઝડપે વાહન હંકારી લાગતા તે સમયે ગાડીનો દરવાજો ખુલી જતા ગાડીમાં બેઠેલ 5 વર્ષિય માસુમ બાળકી ચાલુ ગાડીએ પડી જતા શરીરને ગંભીર ઇજાઓને પગલે બાળકીનું મોતની જાણવા મળે છે.
ગત તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ લીમખેડા તાલુકાના આંબા ગામેથી તુફાન ફોરવીલર ગાડીનો ચાલક કાળુભાઈ દલાભાઈ અમલીયાર પોતાના કબજાની ફોરવીલર ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે ગાડીના જમણી બાજુનો દરવાજો અચાનક ચાલુ ગાડીએ ખોલી લેતા ગાડીમાં બેઠેલ પાંચ વર્ષીય અસ્મિતાબેન મુકેશભાઈ મેડા (રહે. મહુનાળા, મેળા ફળિયા, તા. ધાનપુર જી. દાહોદ)ના ચાલુ ગાડીએ દરવાજામાંથી ફંગોળાતા જમીન પર ભટકાતા અસ્મિતાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવણ ઇજાઓ પહોંચતા માસુમ બાળકી અસ્મિતાબેનનું મોતની પડ્યું હતું.
આ સંબંધે કમલેશભાઈ મસુરભાઈ મેડા દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.