લીમખેડા,
લીમખેડા તાલુકાની અગારા (ઉ) પ્રાથમિક શાળામાં ભારતીય સંસ્કૃતિને આધીન માતૃ-પિતૃ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેમના બાળકો દ્વારા તેમનું પૂજન અને વંદન કરાવવામાં આવ્યું. સી.આર.સી. કો.ઓ. જશુભાઇ બામણિયાદ્વારા માતૃ-પિતૃ દિન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ આચાર્ય કલસિંગભાઈ એ માતા પિતા ની સેવા વિષે યોગ્ય માર્ગદર્શન આપ્યું. માતા પિતાની લાગણી સાંભળી બાળકો તેમજ તેમના માતા પિતાના હૃદયમાં પ્રેમ પ્રગટ થતાં સૌની અશ્રુ ભીની થઇ.