દાહોદ, લીમખેડાના પાણીયા ગામે ટ્રકની અડફેટે બાઈક સવાર પાંચ વર્ષની બાળકી રોડ પર ફંગોળાઈ જતા બાળકીનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ.
લીમખેડા તાલુકાના પાણીયા ગામે હાઈવે પર એક ટ્રક ચાલકે પુરઝડપે હંકારી લઈ આવી લીમખેડા તાલુકાના માનવી ગામના ઉચવાસ ફળિયાના પ્રવિણભાઈ નાયકની બાઈકને પાછળથી ટકકર મારી ટ્રક સ્થળ પર મુકી નાસી ગયો હતો. જયારે પ્રવિણભાઈ તથા રમીલાબેન તેમજ અલ્કેશભાઈ રતનસિંગ નાયકની પાંચ વર્ષની દિકરી બાઈક પરથી ફંગોળાઈ રોડ પર પટકાતા ત્રણેયને શરીરે ઈજાઓ થતાં 5 વર્ષની લક્ષ્મીબેન નાયકનુ સ્થળ પર મોત નીપજયું હતુ. જયારે ગંભીર ઈજાગ્રસ્ત પ્રવિણભાઈ તથા રમીલાબેનને સારવાર માટે 108 મારફતે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે લીમખેડાના માનલી ગામે ઉચવાસ ફળિયામાં રહેતા રતનસિંગ બુધિયાભાઈ નાયકે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.