લીમખેડાના હાંડી ફળીયાની સગીરાને લગ્નની લાલચે ભગાડી જતાં ફરિયાદ

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના હાંડી ફળિયા ગામેથી એક 17 વર્ષિય સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.

ગત તા.11મી જુનના રોજ લીમખેડાના હાંડી ફળિયા ગામે નિશાળ ફળિયામાં રહેતો સતીષભાઈ શનાભાઈ ડામોરે લીમખેડા તાલુકામાં રહેતી એક 17 વર્ષિય સગીરા પોતાના ઘરેથી લઘુશંકા માટે જવા નીકળતાં તે સમયે સતીષભાઈએ સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ સગીરાનું અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.