લીમખેડા,
લીમખેડા મોડેલ સ્કૂલ ખાતે 131 લીમખેડા વિધાનસભા ચૂંટણી માટે મહિલા પોલિંગ ઓફિસરની તાલીમ યોજાઈ હતી. જે તાલીમ માં લીમખેડા તથા સિંગવડ તાલુકાના મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક તાલીમ વર્ગમાં ઊટખ ડેમોસ્ટ્રેશન સાથે પ્રોજેક્ટર પર વિગતે તાલીમ આપવામાં આવી હતી. મહિલા પોલિંગ ઓફિસરની આ તાલીમમાં 131- લીમખેડા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રાજ સુથાર એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.