દાહોદ,દાહોદ જીલ્લાના લીમખેડાના દુધિયા ગામે ત્રાટકેલા તસ્કરો એક દવાખાનાને નિશાન બનાવી દવાખાનાનો દરવાજો ખોલી દવાખાનાના ટેબલના ડ્રોઅરમાં મુકેલ રોકડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 47,000/- ની મત્તાની ચોરી કરી ગયાનું જાણવા મળ્યું છે.
ગત તારીખ 23 -5-2024 ના રોજ રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ ફતેપુરા નિશાળ ફળિયાના અવિનાશભાઈ મુકેશભાઇ નીનામાના દુધિયા ખાતે આવેલા દવાખાનાને ટાર્ગેટ બનાવ્યું હતું. અને દવાખાનાનો દરવાજો ખોલી દવાખાનામાં પ્રવેશી તસ્કરોએ દવાખાનાના ટેબલના ડ્રોઅરમાં મુકેલ રૂપિયા 42 હજારની રોકડ તથા રૂપિયા 5000 ની કિંમતનો રેડમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 47 હજારની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ઘર ફોડ ચોરીનો ભોગ બનેલ ફતેપુરાના અવિનાશભાઈ મુકેશભાઈ નીનામા નામના ડોક્ટરે નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ઇ.પી.કો કલમ 457 380 મુજબ ઘર ફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ડોગ સ્કવોર્ડ તથા એફએસએલની મદદની માગણી કરી છે.