દાહોદ,
દાહોદ જિલ્લાના લીમખેડા અને મઘ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં ધરફોડ ચોરીના ચાર ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા કથોલિયા ગામના યુવકને એલસીબીએ તેના ધરેથી દબોચી પાડ્યો હતો. ઝડપાયેલા યુવકને લીમખેડા પોલીસને સોેંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા તથા જિલ્લા બહાર લુંટ, ધાડ તેમજ ધરફોડ ચોરી, શરીર સંબંધિ ગંભીર પ્રકારના ગુનાઓમાં તેમજ દારૂ અને અન્ય ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા માટે એસ.પી.બલરામ મીણાએ એલસીબી ટીમને જરૂરી સુચનાઓ સ્ટાફની ટીમ લીમખેડા ડીવીઝનમાં કાર્યરત કરી હતી. તે દરમિયાન લીમખેડા તથા મઘ્યપ્રદેશના કુલ્લી પોલીસ મથક અને રાજસ્થાનના બાંસવાડા ગઢી પોલીસ મથકમાં ધરફોડ ચોરીના ચાર ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી કથોલિયા ગામના પલાસ ફળિયામાં રહેતો સંદિપ નરસીંગ માવી(મકવાણા)તેના ધરે આવ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબી ની ટીમે આયોજનબદ્ધ વોચ ગોઠવી આરોપીને તેના ધરેથી ઝડપી પાડયો હતો.