દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડામાં આજે એક બારીયા (ધોબી) પરિવારની દીકરીએ સ્મશાનમાં પિતાને મુખાગ્ની આપીને દીકરાની ફરજ નિભાવી રૂઢિવાદી વિચારને બદલવા દીકરીએ સમાજને સંદેશ આપ્યો હતો.
લીમખેડામાં માર્કેટ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ બારીયાનુ ગઈકાલે સાંજે ટૂંકી માંદગીમાં અવસાન થયું હતું. તેમને સંતાનમાં દીકરો ન હતો અને બે દીકરીઓ જ હતી. સામાન્ય રીતે સમાજમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો તેનો પુત્ર કે કોઈ પુરૂષ જ મુખાગ્નિ આપતો હોય છે, પરંતુ લીમખેડામાં સ્વર્ગસ્થ પિતા જગદીશભાઈ ને તેમની દિકરી મેઘા બારીયાએ મુખાગ્નિ આપીને રૂઢિવાદી વિચારને બદલવા સમાજને એક સંદેશો પાઠવ્યો હતો. સ્મશાન યાત્રાની તૈયારીઓ થઈ રહી હતી. ત્યારે સ્વર્ગસ્થ જગદીશભાઈની દિકરી મેઘા બારીયાએ પિતાના અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના પરિવારે અને સંબંધીઓએ તેની ઈચ્છાનો સ્વિકાર કર્યો હતો અને તેને સહયોગ આપ્યો હતો. આમ, પિતાના અગ્નિસંસ્કાર કરી સમાજમા ફેલાયેલા રૂઢીવાદી વિચારને બદલવા મેઘા બારીયાએ સમાજને સંદેશ આપ્યો હતો.