લીમખેડા કુરીયારના પાર્સલમાંથી 5 મોબાઇલની મિકસર મશીનની ચોરી

લીમખેડા,લીમખેડામાં કુરીયરમાં આવેલા પાર્સલમાંથી 5 મોબાઈલ અને 1 મિકસર મશીન ઓછુ નીકળ્યુ હતુ. પાર્સલ કાપીને આ સામાનની ચોરી કર્યા બાદ તેની ડીલીવરી કરાઈ હોવાનુ જણાયુ હતુ.

લીમખેડા માર્કેટયાર્ડ પાસે રહેતા અને ગજમ ઈન્ડિયા પ્રા.લિ.કુરિયર કંપનીમાં ડીલીવરી ફરજ બજાવતા જયરાજ બસરાણીના ત્યાં ગત 19 ફેબ્રુ. તથા 24 ફેબ્રુ.તેમજ 5 માર્ચ 2023ના રોજ ઈકોમ કુરિયર કંપની તરફથી ત્રણ પાર્સલ મળ્યા હતા. આ પાર્સલમાંથી 1 મિક્ષર મશીન તથા 5 મોબાઈલ ફોન મળી કુલ રૂ.76,999ની ચીજવસ્તુઓ ઓછી મળી હતી. જેથી જયરાજ બસરાણીએ પાર્સલ ચેક કરતા પાર્સલની પટ્ટી કાપી તેમાંથી સરસામાન ચોરી કરી પાર્સલ ઉપર બીજી ટ્રાન્સ્ફર પટ્ટી મારી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. જયરાજ બસરાણીએ તેની કંપનીના જવાબદાર કર્મચારીઓને આ બાબતે જાણ કરતા ચોરીની ફરિયાદ નોંધાવવાનુ જણાવ્યુ હતુ. જેથી લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી હતી.