
લીમખેડા,યોજાનારી ધોરણ-5 માટે યોજાનારી કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ સંદર્ભે બીઆરસી ભવન લીમખેડા ખાતે તા.26/04/23 નારોજ લીમખેડા ઝોનના તમામ પાંચ તાલુકાના સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિઓની મિટિંગ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા સંદર્ભે રાજ્ય કક્ષાએથી આપવામાં આવેલ SOP ગાઇડલાઇનની વિસ્તૃત સમજ આપી હતી તથા પરીક્ષામાં કોઈ અનઇચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારી રાખવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા હતા.