દાહોદ,દાહોદ જીલ્લાના લીમખેડા નગરમાં પોતાના પિયરમાં રહેતી અને અમદાવાદ ખાતે લગ્ન કરેલ પરણીતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા આ મામલે પરણીતાએ દાહોદ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા હોવાનું જાણવા મળે છે.
લીમખેડા નગરમાં માર્કેટ રોડ ખાતે રહેતા 36 વર્ષીય નિરાલીબેન હેમંતભાઈ પરીખ ના લગ્ન તારીખ 27.05.2022ના રોજ અમદાવાદના ઓમ શાંતિ પ્લસ ગોલ્ડ નરોલા વટવા કેનાલ ખાતે રહેતા હેમંતભાઈ કિરીટભાઈ પરીખ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. ત્યારે નિરાલી બેનને લગ્નના થોડા સમય સુધી પતિ હેમંતભાઈ તથા સાસરી પક્ષના વર્ષાબેન કિરીટભાઈ પરીખ અને નિરવભાઈ કિરીટભાઈ પરીખ દ્વારા સારૂં રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને પરણીતા નિરાલીબેનને અવારનવાર મેણા ટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી પરણીતા નિરાલીબેન સાથે મારઝૂડ કરતા હતા. આવા અમાનુષિત ત્રાસથી વાજ આવેલ પરણીતા નિરાલી બેન પોતાના પિયર લીમખેડા ખાતે આવી પહોંચ્યા હતા અને આ સંબંધે પરણીતા નિરાલી બેન હેમંતભાઈ પરીખ દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે