લીમખેડાના જેતપુર બંધ મકાનને દુકાન માંથી 15 હજારની ચોરી

દાહોદ,

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે એક બંધ ઘરમાં બનાવેલ દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાંથી રોકડા રૂપીયા, કરિયાણાનો સામાન, મોબાઈલ ફોન તેમજ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 15,000ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાંનું જાણવા મળે છે.

ગત તા.13મી નવેમ્બરના રોજ લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે વાકડી ફળિયામાં રહેતાં અને પોતાના ઘરમાં કરિયાણાની દુકાન ધરાવતાં લાલુભાઈ કાળુભાઈ વડકીયાના બંધ મકાનમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી મકાનનો દરવાજો ખોલી મકાનમાં મુકી રાખેલ તેમજ દુકાનમાં મુકી રાખેલ રોકડા રૂપીયા 7,000, સોનાની જડ નંગ. 1, ચાંદીના કંઠી નંગ. 1, બે મોબાઈલ ફોન, કરિયાણાનો સામાન વિગેરે મળી કુલ રૂા.15,000ની મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી જતાં આ સંબંધે લાલુભાઈ કાળુભાઈ વડકીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.