લીમખેડા હાઈવે વાંકોલ પુલ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

દાહોદ,લીમડીથી લીમખેડા તરફ જતાં હાઈવે પર આવેલ વાંકોલ ગામે પુલથી થોડે દુર ડમ્પર ગાડી તથા બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર એક વાહન ચાલક ગતરોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે તેના કબજાનું જીજે-16 એયુ-13441 નંબરનું ડંફર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી લીમડીથી લીમખેડા તરફ જતાં હાઈવે પર આવેલ ઝાલોદ તાલુકાના વાંકોલ ગામે પુલથી થોડે દુર રાહુલભાઈની એમપી.14.એનએક્સ.6786 નંબરની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાઈ રાહુલભાઈને થોડે દુર સુધી ઢસડીને લઈ જતાં રાહુલભાઈ વણઝારાને માથાના પાછળના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્પર ગાડીનો ચાલક તેના કબજાની ડમ્પર ગાડી લઈ નાશી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ લીમડી પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને મરણ જનાર રાહુલભાઈ વણઝારાની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે લાશને લીમડી સરકારી દવાખાને મોકલી આપી મધ્યપ્રદેશના મંદસોર જિલ્લામાં રહેતા મરણજનાર રાહુલભાઈ વણઝારાના કાકા મદનલાલ ધનાજી વણઝારાએ ડમ્પર ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.