લીમખેડાના દાભડા ગામે આઈસર ચાલકે રાહદારીને અડફેટમાં લઈ મોત નિપજાવ્યુંં

દાહોદ,દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે એક આઈસર ગાડીના ચાલકે રસ્તે ચાલતાં જતાં એક વ્યક્તિને અડફેટમાં લેતાં રાહદારીને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.06 એપ્રિલના રોજ લીમખેડાના દાભડા ગામે એક આઈસર ગાડીના ચાલકે પોતાના કબજાની આઈસર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલા કિરણભાઈ શંકરભાઈ બીલવાળ (રહે. ડાભડા, બીલવાળ ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ) ને અડફેટમાં લેતાં કિરણભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં કિરણભાઈનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે અર્જુનભાઈ શંકરભાઈ બીલવાળે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.