લીમખેડા કોર્ટે પોકસોના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ

  • ભોગ બનનાર કન્યાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ.

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના એક ગામમાં માસીના ઘરે રહેતી 15 વર્ષીય સગીર કન્યાને ઘોઘંબા તાલુકાનો મુકેશ કનુભાઈ પટેલિયા સગીર કન્યાના વાલીપાણામાંથી ફોસલાવી પત્ની બનાવવાની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી ગયો હતો.

2022 ના રોજ મુકેશ પટેલિયા વિરૂદ્ધ પોક્સો ગુનાની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો. દેવગઢ બારીઆ પોલીસે તટસ્થ તપાસ હાથ ધરી સંયોગક પુરાવા સાથે સમગ્ર કેસ લીમખેડાની સેશન્સ કોર્ટમાં તબદિલ કર્યો હતો. જે કેસ લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટના જજ એચ.એચ.ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.બી.ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાને લઈ લીમખેડા સેશન્સ કોર્ટે ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામના મુકેશ કનુભાઈ પટેલિયાને આરોપી તરીકે તક્સીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા 10 હજાર રૂપિયાનો દંડ જો નહીં ભરે તો વધુ છ માસની સજાનો હુમ ફરમાવ્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર સગીર કન્યાને કોમ્પનસેશન સ્કીમ મુજબ કાનૂની સેવા સત્તા મંડળ દાહોદને 4 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ ફરમાવ્યો હતો.