લીમખેડાના ચીલાકોટા ગામે કોતરમાં તણાઈ જતાં અજાણ્યા 40 વર્ષીય વ્યકિતનુંં મોત

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે વરસાદી માહૌલ વચ્ચે ગામમાંથી પસાર થતી એક કોતરમાં એક અજાણ્યા આશરે 40 વર્ષીય અજાણ્યા યુવક કોતરમાં પડી જવાથી અજાણ્યા યુવકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.10મી ઓગષ્ટના રોજ વરસાદી માહૌલ વચ્ચે વરસતા વરસાદને પગલે લીમખેડાના ચીલાકોટા ગામેથી પસાર થતાં નદી, નાળા ભરાઈ ગયાં હતાં. ત્યારે વરસાદી માહૌલ વચ્ચે ચીલાકોટા ગામે ભુરીયા ફળિયામાંથી પસાર થતા એક કોતર તરફથી એક આશરે 35થી 40 યુવક કોતર તરફથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે કોતરમાં ભારે પાણીના પ્રવાહ વચ્ચે અજાણ્યા યુવક પાણીમાં તળાઈ ગયાં હતાં અને કોતરમાં ડુબી જવાને કારણે અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ લીમખેડા પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક અજાણ્યા યુવકના મૃતદેહને કોતરના પાણી માંથી બહાર કાઢી પીએમ માટે નજીકના દવાખાને મોકલી આપી પોલીસે અજાણ્યા યુવકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી આ સંબંધે લીમખેડા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.