લીમખેડા,
બીઆરસી ભવન લીમખેડા ખાતે દાહોદ જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર મયુર પારેખના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા અંતર્ગત એડિપ્સ યોજના હેઠળOH, HI, CP, VI કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના સાધન સહાય માટેનો એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં લીમખેડા, સિંગવડ તથા દેવગઢ બારિયા એમ કુલ ત્રણ તાલુકાના 112 વિધાર્થીઓ અસેસમેન્ટ માટે હાજર રહ્યા હતા અને તેઓને આગામી સમયમાં એડિપ્સ યોજના હેઠળ દિવ્યાંગતા અનુસાર સાધન સહાય આપવામાં આવશે.