દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર ગામે એક તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગતરોજ લીમખેડા તાલુકાના બાંડીબાર ગામે વડેલા આશ્રમની સામેથી એક તુફાન ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે ઈશ્ર્વરભાઈ સરદારભાઈ પટેલની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારી નાસી જતાં સરદારભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. જેને પગલે તેઓને હાથે, પગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં સારવાર દરમ્યાન સરદારભાઈનું મોત નીપજતાં આ સંબંધે મિલનકુમાર ઈશ્ર્વરભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.