દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા મોટી બાંડીબાર ગામમાં છેલ્લા 4 મહિનાથી કોઈપણ કંપનીનો મોબાઈલ નેટવર્ક ન હોવાના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે.
મોટી બાંડીબાર ગામમાં અંદાજિત 5 હજારની વસ્તી છે. છતાં પણ કોઈપણ કંપનીના અધિકારીઓ નેટવર્ક પ્રત્યે કોઈ પણ પ્રકારનુ ઘ્યાન આપતા ગામના લોકોને ઈમરજન્સી અને પોલીસ કે પછી કોઈપણ વ્યકિતને કોઈપણ પ્રકારનો વ્યકિતગત ફોન કરવો હોય તો ધરના છત ઉપર જઈને ફોન ઉપર વાત કરવી પડતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મોટી બાંડીબાર ગામમાં ઈન્ડસ કંપનીનો ટાવર હતો પરંતુ કં5નીનો અને જમીન માલિકનો કરાર પુર્ણ થઈ જતાં ટાવર કાઢી નાંખવામાં આવ્યો હતો. જયારે પ્રાઈવેટ કં5ની દ્વારા બીજી જગ્યા ફાળવીને નવો ટાવર ઉભો કરી દીધો છે જે લગભગ બે મહિના જેટલા સમય થઈ ગયા પરંતુ પ્રાઈવેટ કં5નીના ટાવરનુ કામ હાલ બંધ હાલતમાં જોવાઈ રહ્યુ છે. જેને લઈ ગ્રામજનોએ ગત તા.3 એપ્રિલના રોજ ટાવર પાસે જઈ વિરોધ પ્રદર્શન કરી જણાવેલ કે, આગામી પાંચ દિવસમાં આ પ્રાઈવેટ કં5ની ટાવર ચાલુ નહિ કરે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી.