દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ઘુમણી (દુ) ગામે ઘરના આગણે લોક મારી પાર્ક કરેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
ગત તા.08મી સપ્ટેમ્બરના રોજ લીમખેડા તાલુકાના ઘુમણી (દુ) ગામે રોડ ફળિયામાં રહેતાં મુકેશભાઈ જતનભાઈ બારીયાએ પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી કિંમત રૂા. 3 લાખની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે રાત્રીના સમયે લોક મારી પાર્ક કરી હતી. આ ક્રુઝર ફોર વ્હીલર ગાડીનું અજાણ્યા તસ્કરોએ લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે મુકેશભાઈ જતનભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.