દાહોદ,
ગઈકાલે ઝાલોદ તાલુકાના લીમડી નગરના ચાકલીયા રોડ ખાતે એક ટ્રકના ચાલકે રિક્ષાને અડફેટમાં લેતાં તેમાં સવાર બે આશાસ્પદ યુવતીઓના ઘટના સ્થળે મોત નિપજ્યાની ઘટના બાદ યુવતીના પરિવારજનોના ૧૨ જેટલા મહિલા સહિતના ટોળા દ્વારા લીમડી ચોકડી ખાતે રસ્તા પર ઉતરી આવી વાહન ચાલક પાસે પૈસાની માગણી સાથે ભારે હંગામો મચાવતા ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો પોલીસે ટોળાને સમજાવવાની કોશિશ કર્યા છતાં પણ ટોળું ન માની પોલીસ પર પથ્થરમારો કરતા પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસે આ ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
લિમડી ચાકલિયા ચોકડી ખાતે ગતરોજ મહેશભાઈ રમસુભાઈ ડામોર રહેવાસી લીલવા ઠાકોર, તુફાન ભાઈ જોર સિંગ ભાઈ ડામોર રહેવાસી લીલવા ઠાકોર, અશ્ર્વિનભાઈ કાંતિભાઈ ડામોર રહેવાસી ખરસોડ, રાકેશભાઈ ભુરસિંગ ભાઈ સંગાડા રહેવાસી હિરોલા, અરવિંદભાઈ કીર્તન ભાઈ ગણાવા, મંગળાભાઇ ડામોર, ગજસિંગભાઈ ડામોર, વિગેરે સહિત ૧૨ જેટલા મહિલા સહિતના ટોળાએ ચાકલીયા ચોકડી પર ભાઈ પહોંચ્યા હતા અને મૃતક યુવતીઓની લાસ ન સ્વીકારી આરોપી વાહનચાલક પાસેથી અમોને પૈસા આપવા આવો નહીં તો અમો લાશ લઈશું નહીં, તેમ કહી ઝઘડો તકરાર પોલીસ સાથે કરતા હતા પોલીસે આ દરમિયાન ઉપરોક્ત ટોળાંએ ખૂબ જ સમજાવ્યા છતાં પણ આ ટોળું ન સમજતાં ટોળા દ્વારા એકદમ ઉશ્કેરાઈ જે રોડની સાઈડમાં પટેલ પથ્થરો વડે પોલીસ કર્મચારીઓ ઉપર છૂટા પથ્થરો મારી પોલીસની કાયદેસરની કાર્યવાહી માં રૂકાવટ ઊભી કરી હતી આ ઘટનાથી લીમડી પંથકમાં ભારે ભયનો માહોલ પણ સર્જાયો હતો.
આ સમગ્ર ઘટના મામલે લીંબડી પોલીસે ઉપરોકત ટોળા વિરૂદ્ધ ફરિયાદો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.