
લિબિયા,
લગભગ એક મહિના પહેલા પશ્ર્ચિમ ઓસ્ટ્રેલિયામાં હલચલ મચી ગઈ હતી. અહીં ૧૦ સેન્ટના સિક્કા જેટલી કેપ્સ્યુલ રસ્તામાં ક્યાંક પડી. જે બાદ સુરક્ષા એજન્સીઓ દિવસ-રાત તેની શોધમાં લાગી ગઈ હતી. તે વિસ્ફોટક નહોતું પણ તેનાથી ઓછું પણ નહોતું. જો તે કોઈના હાથમાં આવી જાય તો કેન્સર જેવી ખતરનાક બીમારી ફેલાઈ શકે છે. જોકે તેની શોધ થઈ હતી. હવે લીબિયામાંથી ૨.૫ ટન એટલે કે ૨૫૦ કિલો યુરેનિયમ ગાયબ થઈ ગયું છે.
યુનાઈટેડ નેશન્સ ન્યુક્લિયર વોચડોગ જણાવ્યું છે કે યુદ્ધગ્રસ્ત લિબિયામાં એક સાઈટ પરથી લગભગ ૨.૫ ટન કુદરતી યુરેનિયમ ગુમ થઈ ગયું છે. જેના કારણે સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. જો કે, કૃત્રિમ યુરેનિયમનો તરત જ ઊર્જા ઉત્પાદન અથવા બોમ્બ ઈંધણ માટે ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ ટેકનિકલ માધ્યમો અને સંસાધનો ધરાવતા જૂથો પ્રત્યેક ટનને ૫.૬ કિલો હથિયાર-ગ્રેડ સામગ્રી બનાવી શકે છે. હવે નિષ્ણાતો માટે ગાયબ થયેલ ધાતુને શોધવાનું અત્યંત મહત્ત્વનું છે.
વિયેના સ્થિત ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ જણાવ્યું હતું કે તેના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ બુધવારે ગુમ થયેલા યુરેનિયમ અંગે સભ્ય દેશોને જાણ કરી હતી. ગુમ થયેલ યુરેનિયમ અંગે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો, જેનો રોઈટર્સે અહેવાલ આપ્યો હતો કે આશરે ૨.૫ ટન વજન હતું. રોઈટર્સના અહેવાલ મુજબ લગભગ ૨.૫ ટન કુદરતી યુરેનિયમ ધરાવતા ૧૦ ડ્રમ ગાયબ હતા. રોઈટર્સ અનુસાર,યુનાઈટેડ નેશન્સ ન્યુક્લિયર વોચડોગના સભ્યોને જણાવ્યું હતું કે સાઇટને ઍક્સેસ કરવા માટે જટિલ લોજિસ્ટિક્સની જરૂર છે કારણ કે તે સરકારના નિયંત્રણની બહાર હતું.
યુરેનિયમનો સંગ્રહ કરી શકાય તેવી ઘણી બધી સંભવિત જગ્યાઓ છે. આવી જ એક જાહેર કરેલ સાઈટ છે સભા. તે લિબિયાની રાજધાની ત્રિપોલીથી ૪૧૦ માઈલ (૬૬૦ કિમી) દક્ષિણપૂર્વમાં સ્થિત છે. ૨૦૧૧ના અરબ વિદ્રોહ પછી સભા વધુને વધુ કાયદાવિહીન બની હતી, જેના કારણે લિબિયાના ભૂતપૂર્વ નેતા કર્નલ ગદ્દાફીનું મૃત્યુ થયું હતું. યુએનના અહેવાલ મુજબ શહેરમાં સ્થળાંતર કરનારાઓને ગુલામ તરીકે વેચવામાં આવી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં તે સ્વયંભૂ લિબિયાની રાષ્ટ્રીય સેનાના નિયંત્રણમાં રહ્યું છે. જેનું નેતૃત્વ ખલીફા હિટર કરી રહ્યું છે.
મુઅમ્મર ગદ્દાફીની તાનાશાહી હેઠળ લિબિયાએ યલોકેક યુરેનિયમનો હજારો બેરલનો સંગ્રહ કર્યો હતો. ગદ્દાફીએ તેના દાયકાઓ સુધી ચાલતા ગુપ્ત શસ્ત્રોના કાર્યક્રમના ભાગરૂપે એકવાર યુરેનિયમ કન્વર્ઝન સુવિધાની યોજના બનાવી હતી. આ સુવિધા ક્યારેય બનાવવામાં આવી ન હતી અને લિબિયાએ ૨૦૦૩માં તેના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમને છોડી દીધો હતો. અંદાજ મુજબ કર્નલ ગદ્દાફી હેઠળ લિબિયાના ભંડારમાં લગભગ ૧,૦૦૦ ટન યલોકેક યુરેનિયમ રાખ્યો છે. ગદ્દાફીએ ૨૦૦૩માં ઈરાક પર યુએસની આગેવાની હેઠળના આક્રમણ બાદ પોતાના પરમાણુ હથિયારોના કાર્યક્રમની જાહેરાત કરી હતી.