લીંબાયતમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું પોલીસે ઝડપી પાડયું

સુરત, ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં પોલીસે સફળતા હાંસલ કરી છે. ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

એસઓજીએ લીંબાયત વિસ્તારમાંથી કારખાનું પકડ્યું છે. ૯ લાખના દરની રૂપિયા ૫૦૦ અને ૨૦૦ની ડુપ્લીકેટ નોટો પોલીસે ઝડપી પડી બોગસ ચલણ કબજે કર્યું છે.આ ઉપરાંત પોલીસે પ્રિન્ટર,લેપટોપ,નોટોના ગ્રાફ કબજે કરી તપાસ હાથ ધરી છે.

ગુનામાં સક્રિય ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ હાથ ધરી છે જેમાં માહિતી મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે કે નોટ કઈ રીતે છાપવામાં આવતી હતો અને તેને બજારમાં વટાવવા કઈ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કેમ? તેની તપાસ પણ શરૂ કરી છે.