ખાનપુર,હજારથી વધુ મુસાફરોની અવરજવર વાળી લીંબડીયા ચોકડી પર બસ સ્ટોપ ન હોવાથી મોટાભાગની બસો ચોકડી પર ઉભી રહે છે જેને લઈ ચોકડી પર વારંવાર ટ્રાફિક થાય છે.
દિલ્લી-મુંબઇ હાઇવે પર આવેલ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની લીંબડીયા ચોકડી પર બસ સ્ટેન્ડ ન હોવાથી સ્થાનિક તેમજ બહારથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ બસ સ્ટેન્ડ ન હોવાથી અમુક એક્સપ્રેસ બસ ન ઉભી રહેતી હોવાથી આજુબાજુના ગામડાઓમાંથી ધંધા-રોજગાર માટે બહાર રહેતા લોકોને મોડાસા, ગોધરા વડોદરા સુરત સહિતના સ્થળો તરફ જવામાં હાલાકી થઇ રહી છે. તેમજ આ ચોકડી પર રાજ્યનો ધોરીમાર્ગતો છે પરંતુ બીજો રસ્તો વીરપુર તેમજ ખાનપુર તાલુકાને જોડતો માર્ગ છે તદ ઉપરાંત આ રોડ કડાણા ડેમ તેમજ ઐતિહાસિક સ્થળ કલેશ્ર્વરી પણ જાય છે જેથી આ ચોકડી પર લોકોની અવારજવાર વધુ રહે છે. એક હજારથી વધુ મુસાફરોની અવરજવર વાળી લીંબડીયા ચોકડી પર બસ સ્ટોપ ન હોવાથી મોટાભાગની બસો ચોકડી પર ઉભી રહે છે જેને લઈ ચોકડી પર વારંવાર ટ્રાફિક થતું હોવાથી અન્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ આ આ ચોકડી પર મીની બસ ડેપો બનવવામાં આવે તો બધું બસો ઉભી રહે જેને લઈ એસટી નિગમની આવકમાં ધરખમ વધારો થાય એમ છે તેમજ આ વિસ્તારનો વિકાસ થાય એમ છે જેને લઈ સ્થાનિક લોકોની માગ છે કે સરકાર દ્વારા જગ્યા ફાળવી મીની બસ ડેપો બનાવી બસોને સ્ટોપેજ અપાય તેવી અમારી માંગ ઉઠી હતી.