લીમડી શ્રીમતી આર.એન.દેવડા માધ્યમિક સ્કૂલના બાળકોને બોર્ડેની પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

ઝાલોદ,

લીમડી ગામે આવેલ શ્રીમતી આર.એન. દેવડા માધ્યમિક સ્કૂલમા ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતા તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 14/03/2023 લેવામાં આવનાર બોર્ડની પરીક્ષા અનુસંધાને શાળામાં વિદ્યાર્થીને માર્ગદર્શન તેમજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ શાળા બહાર પ્રથમ વખત શહેરની અન્ય શાળામાં પરીક્ષા આપવા જવાના હોવાથી કોઈપણ જાતના ગભરાટ કે મૂંઝવણ વગર બોર્ડની પરીક્ષા આપવા બાબતે શાળાના આચાર્ય કુલદીપભાઈ મોદી ે માર્ગદર્શન આપ્યું હતું તેમ જ પરીક્ષા આપના પેપર કેવી રીતે લખવા તેમજ વર્ગખંડમાં પરિષદ દરમિયાન વિદ્યાર્થી કઈ કઈ કાળજી રાખવી તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થી ભરવામાં આવ્યો હતો. વિદાય સમારંભના અંતે સ્મૃતિ સ્વરૂપે સમૂહ ફોટો પાડી તમામ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી શાળાના ટ્રસ્ટી અમિતભાઈ દેવડા, પ્રાથમિક વિભાગના આચાર્ય શૈલેષભાઈ ભાભોર, કે.જી.વિભાગના આચાર્ય રીટાબેન, વહીવટી અધિકારી ઈશ્ર્વરભાઈ પટેલ તેમજ ધોરણ 10 ના તમામે તમામ શિક્ષક મિત્રો આ કાર્યક્રમમાં દરેક બાળકોને પરીક્ષાની શુભકામનાઓ પાઠવી હતી.