લીમડી નગરના બાપા સીતારામ મઢૂલી પરિસર ખાતે તાલુકા કક્ષાના વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

લીમડી, વધતા જતા ગ્લોબલ વોરમીન્ગને લઈને વૃક્ષો વાવવા ખૂબજ જરૂરી બનતું જઈ રહ્યું છે. આજે લીમડી નગરના બાપા સીતારામ મઢૂલી પરિસર ખાતે ઝાલોદ તાલુકાના વન વિભાગના વિસ્તરણ રેન્જના અધિકારીઓ અને પ્રકૃતિ મિત્ર મંડળ લીમડીના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાએ વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. જેમાં આજે પરિસર ખાતે 100 થી વધુ વૃક્ષોનુ વૃક્ષારોપણ કરાયું. પર્યાવરણની જાળવણી ખૂબ જરૂરી બની છે. પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવો જોઈએ, પ્રદુષણ ઓછું થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. કોરોનાકાળમાં આપણને ઓકિસજનનું મહત્વ સમજાયું ત્યારે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર ઉછેરવું જોઈએ.

લીમડા, વડ સહિત 100 થી વધુ વૃક્ષો લગાવવામાં આવ્યા અને તમામ લગાવેલ વૃક્ષોનુ જતન કરાશે. લીમડી નગરના પ્રકૃતિ પ્રેમી લોકો, ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં બાળકો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાએ વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.