લીમડી નગર ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

લીમડી,

લીમડી નગર ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા ગેરકાદેસર ચાલતી મટનની દુકાન અને કતલખાનાં બંધ કરાવવા માટે લીમડી ગ્રામ પંચાયતના તલાટીને આવેદન પત્ર અપાયું. વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના અને મટનની દુકાનો બંધ કરાવવા માંગણી કરવામાં આવી. જો માંગણી સ્વીકારવામાં ન આવે તો ઊગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી.