
દાહોદ, એકાદશીના પવિત્ર દિવસે આગામી તા,16-1-24 થી આરંભનારા પંચ દિવસીય અગીયાર કુંડી સહસ્ત્ર ચંડી મહા યજ્ઞનું ભૂમિ પૂજન સંપૂર્ણ વેદોક્ત વિધિ થી યજ્ઞ ભૂમિ બિલવાણી,લિમડી દાહોદ જીલ્લાખાતે સંપન્ન થયું. આ મહા યજ્ઞનાં ભૂમિનું પૂજન અર્ચન ઈન્દોરથી પધારેલ વિદ્વાન ભૂદેવો દ્વારા થયું.
આ પાવન પ્રસંગે દાહોદથી વિશેષ રૂપે વિદ્વાન શાસ્ત્રીજી અને મદ્ ભાગવતના પ્રસિદ્ધ કથાકાર નલિનભાઈ ભટ્ટ પધાર્યા હતા, તેમજ યજ્ઞનું આચાર્યપદ જેઓ શોભાવવાના છે તે પંડિત પ્રવીણભાઈ પુરોહિતજી અને સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે યોજાયેલા આ યજ્ઞના આયોજક દાહોદ તાલુકા ભાજપ પ્રમૂખ મુકેશભાઈ લબાના પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ ગિરવરસિહ ચૌહાણ, ભાવેશભાઈ પંચાલ, જયેશભાઈ અગ્રવાલ, ગનુભાઈ ભૂરિયા તથા ગામના આગેવાનો તથા આ મહાયજ્ઞ જેમના ખેતરમાં થવાનો છે. સપરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં. સનાતન ધર્મના આ ભવ્ય મહાયજ્ઞમાં સૌના તન મન ધન થી સાત સહકાર આપી રાષ્ટ્ર કલ્યાણ માટે સાથે મળી બધાનાં સાથ સહકાર કરવામા આવશે.