લીમડી, લાયન્સ ક્લબ લીમડી અને જય ગુરૂ જીનેન્દ્ર મંડળના સહયોગ સાથે લાયન્સ ક્લબ દાહોદ મેન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા 5/8/2023 ના રોજ બ્લડ ડોનેશન અને બ્લડ ગૃપિંગનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું ઉદ્દઘાટન કેળવણી મંડળના પ્રમુખ લાયન ગુરૂશરણ પટેલ મુખ્ય મહેમાન મેમ્બરશીપ ચેરમેન લાયન સત્યેન્દ્રસિંહ સોલંકી રિજીયન ચેરમેન અનિલ અગ્રવાલ ઝોન ચેરમેન લાયન જય કિશન જેઠવાણી કેબિનેટ સેક્રેટરી લાયન મહેન્દ્રભાઈ જૈન ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી. બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઈઝર એન. કે. પરમાર દ્વારા બ્લડ કેમ આપવું અને તેના ફાયદા વિશે જાણકારી આપી. જય ગુરૂ જીનેન્દ્ર મંડળના સભ્યો ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશન કરી તેમને સફળ બનાવ્યું. લાયન્સ ક્લબ ઓફ લીમડીના પ્રમુખ લા. દિનેશ ચોપડા એ આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું. આજના આ કેમ્પમાં 42 થી વધુ યુનિટ બ્લડ કલેક્ટ કર્યું હતું. આ ઉપરાંત લાયન્સ ક્લબ દાહોદ મેંન ના પ્રમુખ દિલીપભાઈ મેહતાની એડવાન્સ લેબ લીમડી દ્વારા 155 સભ્યોનું બ્લડ ગ્રુપીંગ કરવામાં આવી. રેડક્રોસ સોસાયટી તરફથી દરેક રક્તદાતાને ગીફ્ટ અને સર્ટિફિકેટ આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન લા. કેતન દવે દ્વારા કરવામાં આવ્યો હતો. જેમને 28મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું. ક્લબના પ્રમુખ લા. દિનેશભાઇ ચોપડાએ ક્લબના અન્ય સભ્યો સાથે રક્તદાન કર્યું. જય ગુરૂ જીનેન્દ્ર મંડળના અધિકતમ સભ્ય દ્વારા બ્લડ ડોનેટ કરતા રેડક્રોસ સોસાયટીના ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા આ ઉત્તમ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. હજી વધુને વધુ લોકો બ્લડ ડોનેટ પ્રવૃત્તિમાં જોડાઈ જેથી વધુમાં વધુ લોકોને બ્લડ આપી જીવન બચાવી શકાય, લાયન્સ ક્લબના સભ્યો તેમજ ગામના લોકોએ પણ કેમ્પમાં સહકાર આપ્યો હતો.