લીમડી ખાતે જવેલર્સની દુકાનમાં ગ્રાહકની 50 હજારની થેલી લઈ ગઠિયો ફરાર

ઝાલોદ,ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી એક જવેલર્સની દુકાનમાંથી એક ગઠિયાએ એક ગ્રાહકની થેલીમાં મુકી રાખેલા રોકડા રૂ.50 હજારની થેલી લઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ધટનાનો વીડિયો જવેલર્સની દુકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક વ્યકિત લીમડી નગરમાં આવેલી એક બેંકમાં જઈ બેંકમાંથી 1 લાખ રૂપિયા રોકડા ઉપાડી જેમાંથી 50 હજાર પોતાના ખિસ્સામાં મુકી અન્ય 50 હજાર રૂપિયા પોતાની બેગમાં મુકી જવેલર્સની દુકાને જાય છે. જયાં એક ગઠિયો તેનો પીછો કરતો કરતો તેની પાછળ આવી જવેલર્સની દુકાનમાં બેસી જઈ દુકાનમાં તે વ્યકિતએ ટેબલ પર મુકેલ 50 હજાર રૂપિયા ભરેલ થેલી વેપારીની નજર ચુકવી લઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ધટનાનો વીડિયો જવેલર્સની દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો.