લીમડી જૈન સમાજ દ્વારા થાંદલા મુકામે જૈન સંતો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલ અશોભનીય વર્તન વિરૂદ્ધ ઝાલોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

લીમડી, તારીખ 31/05/2023 નારોજ થાંદલા (મધ્ય પ્રદેશ) મુકામે જૈન સંત પર અસામાજિક તત્વોએ દ્વારા અશોભનીય વર્તન કરી સાધુ સંતોને પ્રતાડિત કરી ધાર્મિક માહોલ બગાડવનો ચોક્કસ એક વર્ગ વિશેષ દ્વારા પ્રયાસ કરેલ છે. જેના વિરોધમા જૈન સમાજ લીમડી આગેવાનોએ બાબુભાઈ કર્ણાવટ, રાજેન્દ્રભાઇ કર્ણાવટ, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશભાઇ બંબ APMC, ડિરેકટર પંકજભાઇ કર્ણાવટ, અર્બનબેંક ડિરેકટર મિલનભાઇ માર, મહાવીરભાઇ છાજેડ, દિનેશભાઈ ચોપડા, રાજેન્દ્રભાઇ મોદી તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી ઝાલોદ ખાતે આ ઘટનાની ઘોર નિંદા કરી માનનીય ગૃહમંત્રી અમિતશાહ ભારત સરકાર સંબોધીને આવેદનપત્ર સુપ્રત કરેલ છે.