લીમડી બાયપાસ હાઈવે ઉપર વેગનાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીથી બાયપાસ હાઈવે રોડ પર સોનાલીયા ટ્રેક્ટરના શો રૂમથી થોડે દુર વેગેરનાર ગાડી અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું.જ્યારે વેગેનાર ગાડીનો ચાલક પોતાના કબજાની વેગેનાર ગાડી સ્થળ પર મૂકી નાસી ગયાનું જાણવા મળ્યું છે.

ગતરોજ બપોરના એક વાગ્યાના સુમારે એકફોર વ્હીલ ગાડીના ચાલક તેના કબજાની જીજે-20 એ-3824 નંબરની લાલ કલરની વેગેરર ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી લીમડી બાયપાસ હાઈવે રોડ ઉપર હીરાવંશ ડીજે. તથા સોનાલિકા ટ્રેક્ટરના શો રૂમથી થોડે દુર સામેથી આવી રહેલી જીજે-20 જે-4968 ને ટક્કર મારી પોતાની કબજાની વેગેનાર ગાડી સ્થળ પર મૂકી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ઝાલોદ તાલુકાના દાતીયા ગામના મહેશભાઈ મકનભાઈ મેડાને મોઢાના ભાગે, છાતીના ભાગે તેમજ જમણી આંખની ઉપરના ભાગે ગંભીર જીવલેણ ઈજડાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ઼ભર્યુ મોત નિપજ્યું હતું.

આ સંબંધે દાતીયા ગામે મેડા ફળિયામાં રહેતા પ્રિતેષભાઈ મહેશભાઈ મેડાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે વેગેનર ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.