જૂનાગઢ,
ગીરનાર લીલી પરિક્રમા જય ગિરનારીના નાદ સાથે એક દિવસ અગાઉ ભાવિકોની ભીડ જોઈને પ્રારંભ થઇ ચૂક્યો છે. વહીવટી તંત્રની અનેક નવી સુવિધા સાથે ભાવિકોને ૩૬ કિ.મી.ના રૂટ ઉપર જવા દેવાની છુટ આપતા ગીરનારની લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે.
ગીરનારની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં ૧૫ લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પ્રથમ વખત ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા સાથે બોડી વોર્ન કેમેરા અને નેત્રમના સીસીટીવી કેમેરાથી યાત્રિકોની સુખાકારીનુ યાન રાખવામાં આવશે. પોલીસની ૪૦ રાવટી સાથે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે.
ગીરનારની લીલી પરીક્રમાનો નિયત સમય પહેલા પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે પરીક્રમાના રૂટ પર અન્નક્ષેત્રો સજ્જ થઈ ચુક્યા છે, અને ઠેર ઠેર રૂટ પર ભોજન સાથે ભક્તિ અને ભજનનો આનંદ જોવા મળી રહ્યો છે અને સ્વચ્છતાને યાને રાખીને પ્રથમ વખત લીલી પરિક્રમામા જુનાગઢ જિલ્લા સહીત અનેક જિલ્લામાંથી ટોઇલેટ બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે લાઇટ, પાણી અને આરોગ્ય સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ગીરનાર લીલી પરિક્રમામાં વર્ષોથી સેવાની જ્યોત જગાવી શિદ્ધનાથ સેવા મંડળ અન્નક્ષેત્ર છેલ્લા ૧૩ વર્ષથી ચલાવે છે. જેમા સુરત અને રાજકોટના ૩૦૦ જેટલા લોકો સેવા આપે છે. અન્નક્ષેત્રમાં એક પણ પ્રકારનુ દાન લેતા નથી. સિદ્ધનાથ અન્નક્ષેત્રમાં ૩૬ ડબ્બા ઘી, ૫૧ ડબ્બા તેલ, ૬૦૦ મણ રવો અને ખાંડ, તુવેરદાળ ૬૦૦ કીલો, ચોખા ૧૨૦૦ કીલો, ઘવ ૧૨૧ મણ,૧૫૦૦ કીલો શાકભાજી ,૧૧૦ કીલો શાકભાજી સહીત અન્ય ખાય સામગ્રી સાથે જીણાબાવાની મઢીના રસ્તે અન્નક્ષેત્ર વિના મૂલ્યે ચલાવે છે.