નવીદિલ્હી,
ભારતમાં છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટ અને બિઝનેસથી જોદાયેલા મુદ્દાઓ પર ભારે ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને અદાણી ગ્રુપની દરેક ગતિવિધી પર લોકોની નજર રહે છે. દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)માં અદાણી ગ્રુપની કંપનીઓમાં કરવામાં આવતું રોકાણ નેગેટિવ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ૨૨ ફેબ્રુઆરીના રોજ માર્કેટ ક્લોઝિંગના સમયે અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારતીય જીવન વીમા નિગમનું રોકાણનું વેલ્યૂ ૩૩,૬૩૨ કરોડ રુપિયા હતી. તે એક્સચેન્જેજ પર ઉપલબ્ધ ડિસેમ્બર શેયરહોલ્ડિંગ પેટર્ન અનુસાર છે.
૨૭ જાન્યુઆરીના રોજ એલઆઈસીએ ખુલાસો કર્યો હતો કે તેના રોકાણની વેલ્યૂ ૫૬,૧૪૨ કરોડ રુપિયા પર છે. જો આ વેલ્યૂને ડિસેમ્બરના શેયરહોલ્ડિંગ પેટર્ન અનુસાર કેલક્યુલેટ કરવામાં આવે તો તે ૬૨,૫૫૦ કરોડ રુપિયા થાય છે. તેમાં ૬,૪૦૮ કરોડ રુપિયા એટલે કે ૧૦ ટકાથી થોડું વધારે અંતર છે. આ બધા વચ્ચે સવાલ થઈ રહ્યાં છે કે એલઆઈસીમાં અદાણી ગ્રુપના શેર ૧ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી વચ્ચે ૬,૪૦૦ કરોડ રુપિયા કે પોતાની હોલ્ડિગથી ૧૦ ટકા થોડા વધારે વેંચી દીધા હતા. ડિસેમ્બરના શેરહોલ્ડિંગ પેટર્નને જોતા, એલઆઈસીની અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ વેલ્યૂ ૨૨ ફેબ્રુઆરીએે બંધ થતા સમયે ૩૩,૬૩૨ કરોડ રુપિયા હતી.
એલઆઈસીની અદાણી ગ્રુપની કંપનીઓમાં ૧૦ ટકા હિસ્સો વેચ્યા પછી પણ. અને તેને ૨૨ ફેબ્રુઆરીના રોકાણ મૂલ્ય સાથે સમાયોજિત કરો તો સુધારેલ બજાર મૂલ્ય ૩૦,૨૨૧ કરોડ થશે. જો કે એલઆઈસીએ આ સમાચાર પર તેના તરફથી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આજના ઘટાડા સાથે એલઆઈસીના રોકાણના મૂલ્યમાં ૫૦૦ કરોડનો વધુ ઘટાડો થયો છે, જેના કારણે વીમા કંપનીને રોકાણ પર નુક્સાન થયું છે. ૨૪ જાન્યુઆરીના રોજ, યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર તેનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં શેરબજારમાં છેતરપિંડી અને હેરાફેરીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારથી, અદાણીની આગેવાની હેઠળના જૂથના માર્કેટ કેપમાં ૧૨ લાખ કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તેનો સ્ટોક તેના સર્વોચ્ચ સ્તરથી ૬૦ ટકાથી વધુ ઘટી ગયો છે.
ગૌતમ અદાણીની સંપત્તિ વિશે વાત કરીએ તો, સોમવારે, અદાણીની નેટવર્થ ઘણા વર્ષોમાં પ્રથમ વખત ૫૦ બિલિયનથી નીચે આવી ગઈ, જે ફોર્બ્સ અને બ્લૂમબર્ગની રીઅલ-ટાઇમ અબજોપતિઓની યાદીમાં વિશ્ર્વના પચીસમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે રેન્કિંગ હતી. આપવામાં આવ્યું છે, જે હવે ૨૯માં સ્થાને આવી ગયું છે.