નવીદિલ્હી, દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરીથી તીખી તરાર જોવા મળી રહી છે. જાણકારી મુજબ દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સોલાર પોલિસીને હાલમાં અટકાવી દીધી છે. સીએમ કેજરીવાલે કેટલાક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી સોલાર પોલિસીની જાહેરાત કરી હતી.કેજરીવાલે કહ્યું હતુ કે, સોલાર પોલિસીથી દિલ્હીનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે.
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ખુદ શિક્ષા અને સ્વાસ્થ ક્ષેત્ર ક્રાંતિની વાત કરી હતી. તે સિવાય કેજરીવાલ સરકારે જે એક વસ્તુ માટે પોતાની પીઠ થપથપાવતા શરમાતી નથી તે છે વીજળીનું બિલ. હાલમાં દિલ્હીમાં ૨૦૦ યુનિટ વીજળીના વપરાશ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.૨૦૦ યુનિટ થી લઈ ૪૦૦ યુનિટ વીજળીનું બિલનો ચાર્જ અડધો માફ છે અને ૪૦૦ યૂનિટથી ઉપર ખર્ચ કરનાર માટે આખું બિલ ચુકવવું પડશે. કેજરીવાલ સરકારે ગત્ત મહિનાના અંતે નવી સોલાર નીતિની જાહેરાત કરતા વીજળી બિલને શૂન્ય કરવાનો દાવો કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે નવી સોલાર પોલિસીની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપી હતી કે, જે પણ નવી નીતી હેઠળ પોતાના ધાબા પર સોલાર પેનલ લગાવશે. તેમનું સમગ્ર વીજળી બિલ શૂન્ય હશે સાથે સોલાર પેનલ લગાવનારને દર મહિને ૭૦૦ રુપિયાથી લઈ ૯૦૦ રુપિયા સુધીના ફાયદાની વાત કરી હતી. પરંતુ ઉપરાજ્યપાલે વાત બાદ હવે આ મામલો ઠંડો જોવા મળી રહ્યો છે. નવી સોલાર પોલિસી હેઠળ તમામ સરકારી ઈમારતો પર સોલાર પેનલ લગાવવું ફરજીયાત કર્યું હતુ. જે ઓછામાં ઓછા ૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે.