વિભિન્ન કેન્દ્રીય મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિર્દેશક અને ઉપસચિવ જેવાં પદો પર લેટરલ એન્ટ્રી એટલે કે એક રીતે સીધી ભરતીના માયમથી ૪૫ વિશેષજ્ઞોની નિયુક્તિની પ્રક્રિયા પર કોંગ્રેસ અને કેટલાક પ-ાોના વિરોધ ખાતર વિરોધ અને ભ્રમ ફેલાવવાને કારણે છેવટે કેન્દ્ર સરકારે એ યોજના પડતી મૂકવી પડી. આશ્ર્ચર્યજનક છે કે આ રાજકારણની કમાન ખુદ રાહુલ ગાંધીએ પોતાના હાથમાં લીધી. કમ સે કમ તેમણે તો આવા પ્રપંચથી બચવું જોઇએ, કારણ કે મનમોહન સરકાર સમયે રચાયેલ દ્વિતીય પ્રશાસનિક સુધાર આયોગે જ પ્રશાસનમાં લેટરલ એન્ટ્રીની ભલામણ કરી હતી.
સ્પષ્ટ છે કે કોંગ્રેસે ફરી એક વખત પોતાના શાસન સમયે સુધારની દિશામાં ઉઠાવવામાં આવેલ પગલાંનો વાંઝણો વિરોધ કરીને તેને પડતો મૂકાતાં પોતાની જીતનાં બણગાં ફૂંકી રહી છે. તેણે આવા જ નકારાત્મક વલણનો પરિચય આધારની ઉપયોગિતા વધારવા મુદ્દે પણ આપ્યો હતો. રાહુલ ગાંધીએ એ ન ભૂલવું જોઇએ કે નાણાં સચિવ રૂપે ખુદ મનમોહન સિંહની નિયુક્તિ પણ લેટરલ એન્ટ્રી જ હતી અને તે પણ કોઈ નિર્ધારિત પ્રક્રિયા વગર.
એનાથી વિપરીત વર્તમાન કેન્દ્ર સરકાર એક નક્કી પ્રક્રિયા અંતર્ગત લેટરલ એન્ટ્રી કરવાની હતી. એ જ કારણે તેની જવાબદારી સંઘ લોક સેવા આયોગને આપવામાં આવી હતી. રાહુલ ગાંધી અને કેટલાક અન્ય વિપ-ાી નેતાઓ દ્વારા એવો જે માહોલ બનાવાયો કે લેટરલ એન્ટ્રી દ્વારા વિભિન્ન મંત્રાલયોમાં વિશેષજ્ઞોની નિયુક્તિઓથી અનામત વર્ગોના હિતોને નુક્સાન થશે, તેનું એટલા માટે કોઈ મહત્ત્વ નથી, કારણ કે એ ક્યાંય નથી કહેવાયું કે આ વર્ગોના લોકો આવેદન નહીં કરી શકે.
રાહુલ ગાંધી કઈ રીતે પોતાના સંકીર્ણ રાજકીય સ્વાર્થને પૂરો કરવા માટે એક ખોટો વિમર્શ ઊભો કર્યો, તેની ખબર એનાથી પણ પડે છે કે ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી સમયે ખુદ તેમણે પૂર્વ સૈન્ય અધિકારીઓને લેટરલ એન્ટ્રી દ્વારા સિવિલ સેવાઓમાં સામેલ કરવાનો વાયદો કર્યો હતો. લેટરલ એન્ટ્રીનો ઉદ્દેશ્ય છે કે જ્યાં પણ કુશળ અને જાણકાર લોકો હોય, તેમની પ્રશાસનના સંચાલનમાં સેવાઓ લેવામાં આવે, જેથી સરકારી નીતિઓ અને યોજનાઓને પ્રભાવી રીતે લાગુ કરી શકાય. જવાહરલાલ નેહરુ સરકારથી જ આ નીતિ ચાલી રહી છે અને દરેક સરકારે આ નીતિ અનુસાર ભરતી કરી જ છે.
વિપ-ાને એ પણ ખબર હોવી જોએ કે લેટરલ એન્ટ્રી દ્વારા જે નિયુક્તિઓ કરાઈ રહી છે, તે અસ્થાયી છે. આ નિયુક્તિઓ માત્ર ત્રણ વર્ષ માટે છે અને તેમાં વધુમાં વધુ બે વર્ષનો વધારો કરી શકાય છે. પ્રશાસનમાં સુધારાની દરેક પહેલને અનામત સાથે જોડવું એ દર્શાવે છે કે વોટબેંકનું સસ્તું રાજકારણ બેલગામ થતું જાય છે. તે એ પણ દર્શાવે છે કે અનામતને દરેક દર્દની દવા માની લેવામાં આવી છે. આ દેશ માટે ઘાતક પૂરવાર થશે.