લેપટોપ, કોમ્પ્યુટર, ટેબલેટની આયાત પર પ્રતિબંધ ૩૧ ઓક્ટોબર સુધી મોકૂફ.

નવીદિલ્હી,
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે ૩ ઓગસ્ટ (ગુરુવાર)ની સૂચના ૧ નવેમ્બરથી લાગુ થશે. સરકારે લેપટોપ અને કોમ્પ્યુટર્સ (ટેબ્લેટ કોમ્પ્યુટર સહિત) પર આયાત પ્રતિબંધના આદેશના અમલીકરણને લગભગ ત્રણ મહિના ૩૧ ઓક્ટોબર સુધી ટાળી દીધું છે. કેન્દ્રના આ નિર્ણયથી ઈલેક્ટ્રોનિક કંપનીઓને લાઇસન્સ વિના આ ઉપકરણોની આયાત કરવા માટે વધુ સમય મળશે.

હવે આ કંપનીઓએ ૧ નવેમ્બરથી આ ઉપકરણોની આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ લેવું પડશે. ૩ ઓગસ્ટના રોજ, સરકારે આ સાધનોની આયાતને તાત્કાલિક અસરથી લાઇસન્સ સિસ્ટમ હેઠળ મૂકી દીધી હતી, ત્યારબાદ ઉદ્યોગોએ સરકાર સમક્ષ નોટિફિકેશન પર પ્રશ્ર્નો ઉભા કર્યા હતા.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે ૩ ઓગસ્ટની સૂચના ૧ નવેમ્બરથી લાગુ થશે. તેમાં ઉમેર્યું હતું કે, પ્રતિબંધિત આયાત માટે લાયસન્સ વગરના આયાત માલને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી ક્લિયર કરી શકાશે. ૧ નવેમ્બર, ૨૦૨૩થી આયાત માલની મંજૂરી માટે, પ્રતિબંધિત આયાત માટે માન્ય લાઇસન્સ જરૂરી છે.

આદેશમાં જણાવાયું છે કે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ, અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત માટે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી ઉદાર સંક્રમણકારી નીતિ અપનાવાશે . આ પગલાથી તે કંપનીઓને રાહત મળશે જેઓ ગુરુવારના આદેશ બાદ મૂંઝવણમાં છે

સુરક્ષાના કારણોસર અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને કારણે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ પગલાથી ચીન અને કોરિયા જેવા દેશોમાંથી આ માલની આવનારી શિપમેન્ટમાં પણ ઘટાડો થશે.

Don`t copy text!