લેહ-મનાલી રૂટ ફરીથી ખુલ્લો મૂકાયો, પરિસ્થિતિ સામાન્ય થતાં વાહનોને પરવાનગી મળશે

મનાલી, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મનાલી-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગને પૂર્વવત્ (પુન: સ્થાપિત) કર્યો છે. આ રૂટ પર અત્યારે કોઈ વાહનોની અવરજવર રહેશે નહીં. ટ્રાફિકને સરળ બનાવવા માટે લાહૌલ સ્પીતિ વહીવટીતંત્ર ટૂંક સમયમાં બરાલાચા પાસનું નિરીક્ષણ કરશે. જો સ્થિતિ સામાન્ય રહેશે તો વાહનોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે.

રોડ પુન:સ્થાપિત થવાથી સેના માટે સરહદ સુધી પહોંચવામાં સરળતા રહેશે. બીઆરઓએ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ઝોજિલા પાસ દ્વારા શ્રીનગરથી લેહને સડક માર્ગે જોડ્યો હતો. પરંતુ આ માર્ગ પૂર્વવત્ કરવાથી સેના અને પ્રવાસીઓની મુસાફરી સરળ બની જશે. હિમવર્ષાના કારણે નવેમ્બરથી મનાલી-લેહ રોડ પર વાહનોની અવરજવર બંધ હતી. દેશ-વિદેશના પ્રવાસીઓ રૂટના પુન:સ્થાપનની રાહ જોઈ રહ્યા હતા. રૂટ પર સરળ ટ્રાફિકને કારણે પ્રવાસનને વેગ મળશે. ગયા વર્ષે,બીઆરઓએ ૨૫ માર્ચે આ માર્ગને પુન:સ્થાપિત કર્યો હતો.

આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ હિમવર્ષા થઈ છે. જેના કારણે એક મહિના બાદ રૂટ પૂર્વવત કરવામાં આવ્યો છે. બીઆરઓ કમાન્ડર ગૌરવે જણાવ્યું હતું કે મનાલી અને લેહમાંથી બરફ હટાવવામાં લાગેલી દીપક અને હિમાંક પ્રોજેક્ટની ટીમ સરચુમાં મળી હતી અને એકબીજાને અભિનંદન આપ્યા હતા. મનાલીથી સરચુ સુધી બરફ હટાવવાનું કામ બીઆરઓના દીપક પ્રોજેક્ટ અને લેહથી સરચુ સુધી હિમાંક પ્રોજેક્ટની જવાબદારી છે.

બીઆરઓએ લદ્દાખમાં હિમાંક પ્રોજેક્ટ અને હિમાચલમાં દીપક પ્રોજેક્ટ હેઠળ રોડ રિસ્ટોરેશન માટે મોટી મશીનો સાથે બે ટીમો તૈનાત કરી હતી. દીપક પ્રોજેક્ટની ટીમે મનાલીથી સરચુ (લદ્દાખ અને હિમાચલની સરહદ) સુધીનો રસ્તો પુન:સ્થાપિત કર્યો અને હિમાંક પ્રોજેક્ટની ટીમે લેહથી સરચુ સુધીનો રસ્તો પુન:સ્થાપિત કર્યો. બંને ટીમોએ બરફના તોફાન અને ઊંચાઈવાળા વિસ્તારોને પાર કરતી વખતે માર્ગ પરથી બરફ સાફ કર્યો હતો. બે મહિનાની મહેનત બાદ મંગળવારે મનાલી-લેહ રોડના બંને છેડા સરચુ ખાતે જોડાયા હતા. બંને ટીમોએ અહીં લેહ માર્ગના પુન:સ્થાપનની ઉજવણી કરી હતી. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ૪૩૦ કિલોમીટરના મનાલી-લેહ રોડના બંને છેડાને જોડવામાં આવ્યા છે. બરાલાચા પાસનું ટૂંક સમયમાં નિરીક્ષણ કરવામાં આવશે. જો સ્થિતિ સામાન્ય થશે તો વાહનોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે.