
ઇઝરાયલે શનિવારે 2 નગરો પર હુમલો કર્યો હતો. આમાંથી એક, બરજા, બેરૂતથી 32 કિલોમીટર દૂર છે, જ્યાં મોટાભાગે સુન્ની વસ્તી રહે છે.ઇઝરાયલના હુમલામાં અહીં ચાર લોકો માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ શિયાઓનું સંગઠન છે, તેથી ઇઝરાયલ અત્યાર સુધી લેબનન યુદ્ધ દરમિયાન શિયા વિસ્તારોને નિશાન બનાવતું હતું. અમેરિકન મીડિયા હાઉસ CNN અનુસાર, આ પહેલીવાર છે જ્યારે સુન્ની વિસ્તારમાં હુમલો થયો છે.ઉત્તરી લેબેનનના માયસરામાં ઇઝરાયલના હુમલામાં 5 લોકોના મોત થયા છે. બીજી તરફ ઇઝરાયલે દાવો કર્યો છે કે હિઝબુલ્લાહે શનિવારે તેમના પર 300 પ્રોજેક્ટાઈલ્સ (નાની મિસાઈલ) ઝીંકી હતી.
દાવો-હમાસ ઈરાન સાથે ઇઝરાયલ પર હુમલો કરવા ઈચ્છતો હતો
ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલાનો પ્લાન બે વર્ષ પહેલા 2022માં ઘડવામાં આવ્યો હતો. હમાસે ઈરાન અને હિઝબુલ્લાને પણ આ હુમલાને સમર્થન આપવાની અપીલ કરી હતી.અમેરિકન મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઈમ્સે આ ખુલાસો ઈઝરાયલી આર્મીના હાથમાં હમાસની બેઠકના દસ્તાવેજોના આધારે કર્યો છે. NYTએ દાવો કર્યો છે કે તેમને હમાસની 10 બેઠકોની માહિતી મળી છે.
આમાંથી એક બેઠક ઈરાની કમાન્ડર મોહમ્મદ સઈદ ઈઝાદી અને હમાસ અને હિઝબુલ્લાના સીનિયર અધિકારીઓ વચ્ચે યોજાઈ હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે હમાસે ઇઝાદી અને હિઝબુલ્લાહને મહત્વપૂર્ણ ઇઝરાયલના ટાર્ગેટ પર હુમલો કરવામાં સહયોગ કરવા કહ્યું હતું.તેના પર ઇઝાદી અને હિઝબુલ્લાએ કહ્યું હતું કે તેઓ ઇઝરાયલ પર હુમલો કરવાના ઉદ્દેશ્યને સમર્થન આપે છે પરંતુ હુમલા માટે વાતાવરણ બનાવવામાં સમય લાગશે. ઈરાન અને હિઝબુલ્લાએ આ આરોપોને ફગાવી દીધા છે. ઈરાને કહ્યું છે કે આ દસ્તાવેજોમાં કોઈ સત્ય નથી. તેની પાસે 7 ઓક્ટોબરના હુમલા માટે હમાસના પ્લાનિંગ વિશે કોઈ માહિતી નહોતી.