- ગેરકાયદેસર રોકાણના કિસ્સામાં ભોગ બનેલ લોકોને તેમના સાધનિક પુરાવા સાથે એલ.સી.બી શાખા જી. ખેડા-નડીયાદનો સંપર્ક કરવા અપીલ
નડીયાદ,ખેડા જીલ્લા પોલીસ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી મુજબ નડીયાદ ટાઉન પાર્ટ-એ ગુ.ર.નંબર- 11204045 230911/2023 ઇ.પી.કો. કલમ-406, 409, 120(બી) તથા ગુજરાત પ્રોટેક્સન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડીપોઝીટર્સ (GPID) એક્ટ 2003ની કલમ-3 તથા પ્રાઇઝ એન્ડ ચીટ્સ એન્ડ મની સરક્યુલેશન સ્કીમ્સ (બેનીંગ) એક્ટ 1978ની કલમ-5 તથા બેનીંગ ઓફ અનરેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ એક્ટ 2019 ની કલમ. 21, 22, 23 મુજબ ગુનાના કામે ELI GLOBAL MUTUAL BENEFIT NIDHI LIMITED તથા ELI GLOBAL MICROFINANCE ASSOCIATION નામની કંપનીના સી.એમ.ડી તથા કંપનીના ડીરેક્ટરો ભેગા મળી ગેરકાયદેસર રીતે ખેડા જીલ્લાના નડીયાદ, ડાકોર, ઠાસરા ખાતે બાન્ચ ઓફીસો બનાવી એજન્ટો દ્વારા રોકાણદારોના રૂપીયા રોકાણ કરાવતા હતા. જે રૂપીયા કંપની તરફથી પાકતી મુદતે પરત નહી મળતા કંપની ચલાવનાર કંપનીના સી.એમ.ડી તથા કંપનીના ડીરેક્ટરો વિરૂધ્ધમાં ગુનો દાખલ થયેલો છે.
જેથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, જે કોઇ વ્યક્તિએ આ કંપનીમાં ચાલતી કોઇ પણ સ્કીમમાં પોતાના રૂપીયાનું કોઇ રોકાણ કરેલું હોય અને રોકાણ કરેલ રૂપીયા પાકતી મુદતે પરત મળેલ ન હોય તો આ ગુનાની તપાસના કામે સહકાર આપવા માટે નડીયાદ સરદાર ભવન સામે ઓવરબ્રિજ નીચે પોલીસ અધિક્ષકની કચેરી એલ.સી.બી શાખા જી. ખેડા-નડીયાદનો સંપર્ક કરી પોતાના સાધનિક પુરાવા એલ.સી.બી શાખા ખાતે રજુ કરવા સારૂ જણાવવામાં આવે છે.