ગોધરા,પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરાની એન.એસ.એસ.યુનિટની વાર્ષિક શિબીરનું આજરોજ ગોધરા નજીકમાં આવેલ અભરામ પટેલ નાં મુવાડા ખાતે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના એન.એસ.નાં કોડીનેટર મયંકભાઇ શાહ તથા અતિથિ વિશેષમાં કાલોલ કોલેજનાં એન.એસ.પ્રો.ઓફિસર ડો હરેશ સુથાર હાજર રહ્યા હતા.
લો કોલેજ ગોધરાનાં આચાર્ય અપૂર્વ પાઠક અને એન.એસ.એસ. યુનિટના પો.ઓફિસર ડો સતીશ નાગરનાં માર્ગદર્શન હેઠળ આ શિબિર 7 દિવસ અભરામ પટેલનાં મુવાડા ખાતે યોજવામાં આવી છે. જેમાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે ઉદઘાટન સમારોહ બીજા દિવસે પ્રભાત ફેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન યોજાયો હતો. જ્યારે બીજા દિવસે અંધ શ્રદ્ધા ઉપર વિશિષ્ટ લેક્ચર રાખવામાં આવ્યું હતું. જેમાં માલવણ આર્ટસ કોલેજ નાં પ્રો. ડો સત્યમ જોશી દ્વારા પ્રયોગો થકી સ્કૂલ અને ગામનાં લોકો ને અંધ શ્રદ્ધા નિવારણ મુક્તિ અભિયાનની ઝુંબેશ ને વેગ મળ્યો હતો.
ઉપરાંત આજ દિવસે લેક્ચર પણ રાખવામાં આવ્યું હતું. જેમાં નિવૃત ન્યાયાધીશ પુરાણી એ જયુડિસરી તૈયારી માટે વિદ્યાર્થીને પ્રેરણા આપી હતી. ત્યાર બાદ અન્ય દિવસોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ જેમાં સ્કૂલ તથા ગામનાં લોકો જોડાયા તથા આખની તપાસ કેમ્પ નિ:શુલ્ક રાજકોટની અગ્રણી સંસ્થા ઉપક્રમે યોજાયો હતો. ઉપરાંત આ દિવસો દરમિયાન શાળા કક્ષાએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં દેશભક્તિ ગીત તથા ગીત સ્પર્ધા યોજાઇ હતી. તથા અન્ય સ્પર્ધામાં શાળા કક્ષાએ સ્પોર્ટ્સની રમતો રમાડવામાં આવી. જેમાં વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો અને જોડાયા હતા.
જેમાં ઉત્તીર્ણ વિદ્યાર્થી ને ઈનામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગોધરાકક્ષાએ પોપટપૂરા અમુક ડેરી વિઝીત જેવી જગ્યાની મુલાકાત પણ યોજાઈ હતી. સમગ્ર 7 દિવસની કામગીરીને લો કોલેજ ગોધરાના આચાર્ય ડો અપૂર્વ પાઠક બિરદાવી હતી.ઉપરાંત એન.એસ.એસ.નાં સમાપન સમારોહનાં મહેમાનો ઈનામ વિતરણ કરીને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. તમામ શિબિરમાં અભરામ પટેલનાં મુવાડા પ્રા શાળા અને તેમના આચાર્ય કેયુરભાઈ પટેલ અને તેમજ સ્ટાફ નો પૂર્ણ સહકાર રહ્યો હતો.જે ખૂબ સહરાનીય છે. લો કોલેજ ગોધરા પરિવાર પણ તમામ દિવસોમાં જોડે જોડાયેલા હતા.
સમગ્ર કાર્યક્રમમાં એન.એસ.એસ.સ્વયં સેવકો 30 થી વધુ જોડાઈને સમાજ નિર્માણની આગવી તક સાથે જોડાયા અને સમાજના સારા કાર્યો અગ્રેસર થયા હતા. આ કાર્યકમનું દીપ પ્રાગટ્ય મંચસ્થ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું. જ્યારે શાબ્દિક સ્વાગત લો કોલેજ ગોધરાનાં આચાર્ય ડો.અપૂર્વ પાઠક દ્વારા કરવામાં આવ્યું. ઉપરાંત કાર્યકમની આભાર વિધિ રોટરી ક્લબ નાં સેક્રેટરી અને લો કોલેજ ગોધરાનાં અધ્યાપક એન.એસ.એસ.યુનિટ નાં પ્રોગ્રામ ઓફિસર ડો સતીશ નાગર દ્વારા કરવામાં આવી હતી. તમામ કાર્યક્રમનું સફળ સંચાલન ઉમેશ બંજારા દ્વારા કરવામાં આવ્યું હતું.
ગોધરા- પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરાની એન.એસ.એસ.યુનિટની વાર્ષિક શિબીરનો અભરામ પટેલનાં મુવાડા ખાતે સમાપન સમારોહ યોજાયો.