
રાજકોટના તત્કાલીન લેબર ડિવિઝનલ ક્લાર્ક હીરાલાલ વી.ચાવડાને લાંચ કેસમાં ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજ, રાજકોટે ૩ વર્ષની સખત કેદ પટકારી હતી. તે સિવાય રૂ,૨,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી.આ બનાવની વિગત મુજબ તત્કાલીન લેબર ડિવીઝનલ ક્લાર્ક હીરાલાલ ચાવડાએ આ કેસના ફરિયાદીને લાયસન્સનું કામ ઝડપથી પતાવી આપવા માટે રૂ.૭,૫૦૦ ની લાંચ માંગી હતી.
બીજીતરફ ફરિયાદીએલાંચ આપવી ન હોવાથી રાજકોટ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ લાંચ લેતા હીરાલાલ ચાવડાને ઝડપી લીધો હતો. બાદમાં એસીબીના અધિકારીઓ જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
જેને આધારે પ્રિન્સીપલ અને ડિસ્ટ્રિક્ટ જજ, રાજકોટે આરોપી હીરાલાલને ૩ વર્ષની સખત કેદની સઝા તતા ૨ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.આ અંગે કોઈને અસીબીમાં ફરિયાદ નોંધાવવી હોય તો તેમને ટોલ ફ્રી નંબર ૧૦૬૪ તથા ફોન નંબર ૦૭૯-૨૨૮૬૬૭૭૨ તથા ફર્સ નંબર ૦૭૯-૨૨૮૬૯૨૨૮ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.