છપરા, સારણ લોક્સભા સીટના આરજેડી ઉમેદવાર અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર મનોજ સિંહે રોહિણી વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. આ FIR સારણ લોક્સભા મતવિસ્તારના બડા તેલપા બૂથ નંબર ૩૧૮, ૩૧૯ પર થયેલા હંગામાને લઈને દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છપરા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નંબર ૩૪૯/૨૦૨૪ નોંધવામાં આવ્યો છે. રોહિણી વિરુદ્ધ કલમ ૩૦૭,૧૭૧ઝ્ર,૧૮૮,આરઓપી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ બિનજામીનપાત્ર કલમો છે. આ મામલે રોહિણીની મુશ્કેલીઓ વધી શકે છે. કેસ નોંયા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
રોહિણી આચાર્ય સોમવારે મતદાન દરમિયાન સારણ લોક્સભા મતવિસ્તારના બડા તેલપા બૂથ નંબર ૩૧૮, ૩૧૯ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના પોલિંગ એજન્ટે તેમનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન ભાજપ અને આરજેડી કાર્યર્ક્તાઓ વચ્ચે બોલાચાલી, દુર્વ્યવહાર અને પથ્થરમારો થયો હતો. આ જ બાબતમાં બીજા દિવસે મંગળવારે સવારે ફરીથી બીજેપી અને આરજેડીના કથિત સમર્થકોના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. એક આરજેડી સમર્થકનું મોત થયું હતું જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. આરોપ છે કે રોહિણી આચાર્ય સાથે ભાજપના કાર્યર્ક્તાઓએ દુર્વ્યવહાર કર્યો હતો. આ મુદ્દે આરજેડી અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.
છાપરામાં ધમાલ મચાવ્યા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લામાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોક્સભા સીટ પર બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સામે ચૂંટણી લડી રહી છે. જ્યારે રૂડી અહીંથી સાંસદ છે, જ્યારે રોહિણી પહેલીવાર ચૂંટણી લડી રહી છે.